Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

શુભાંગીએ સેટ પર જતાં પહેલા જાતે મેકઅપ કર્યો

સબ ટીવીના સુપરડુપર હિટ કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ'નું શુટીંગ શરૂ થઇ ગયું છે. સિરીયલના શુટીંગના સેટની અનેક તસ્વીરો સામે આવી છે. જેમાં કલાકારો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી શુટીંગમાં ભાગ લેતા જોવા મળી રહ્યા છે. લોકડાઉનના લાંબા સમય પછી ફરીથી શોનું શુટીંગ શરૂ થઇ જતાં આ શોમાં અંગુરી ભાભીનો રોલ નિભાવતી અભિનેત્રી શુભાંગી અત્રેએ કહ્યું હતું કે ફરીથી સેટ પર આવવા મળ્યું તેની ખુશી છે. અમે શોના પહેલા એપિસોડ માટે ગણેશજીની આરતીનું શુટીંગ કર્યુ હતું. સેટને સંપુર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. બધાએ માસ્ક પહેર્યા હતાં. હું ઘરેથી જ તૈયાર થઇને સેટ પર આવી હતી. મેં મેકઅપ પણ જાતે કર્યો હતો. આવા માહોલમાં કામ કરવાનો અનુભવ અત્યંત અલગ જ છે. પણ ધીમે ધીમે આદત પડી જશે. વિભુતી નારાયણનું પાત્ર ભજવતા આસિફ શેખે કહ્યું હતું કે લાંબા સમય પછી સેટ પર આવવાનું ખુબ ગમ્યું છે. હું ઘણા સમયથી રાહ જોઇ રહ્યો હતો. એક દ્રશ્યનું શુટીંગ પુરૂ થતાં જ અમે ફરીથી માસ્ક પહેરી લઇએ છીએ. યોગેશ ત્રિપાઠી ઉર્ફ હપ્પુ સિંહે કહ્યું હતું કે લોકડાઉનમાં મારા પાત્રની ખુબ યાદ આવી હતી.

(9:48 am IST)