Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વધુ એક વેબ સિરીઝમાં વિજય રાઝને મુખ્ય રોલ

ડિજીટલ વર્લ્ડમાં જબરદસ્ત અભિનય અને એક એકથી ચડીયાતી ફિલ્મો, સિરીઝો જોનારાને જલ્સો પડી રહ્યો છે. અહિ ફિલ્મોની જેમ માત્ર સ્ટાર કલાકારો નહિ પરંતુ સક્ષમ અભિનેતાઓ મુખ્ય રોલમાં જોવા મળી રહ્યા છે. એરલિફટ ફિલ્મના નિર્દેશક રાજા ક્રિષ્ના મેનન હવે નેટફિલકસ માટે ડાર્ક કોમેડી સિરીઝ બનાવી રહ્યા છે. આ સિરીઝ માટે મુખ્ય અભિનેતા તરીકે વિજય રાઝની પસંદગી થઇ છે. મોન્સૂન વેડીંગ, રન, દેહલી બેલી, ધમાલ, ગુલાબો સિતાબો સહિતની ફિલ્મોમાં તેણે યાદગાર અભિનય કર્યો છે. રાજા ક્રિષ્ના મેનને ૨૦૦૯માં બારહ આના ફિલ્મ બનાવી હતી. તેમાં પણ વિજય રાઝ ખાસ રોલમાં હતો. બંને બીજી વખત સાથે કામ કરશે. આ સિરીઝ દેશના ગોડમેન કલ્ચર અને અંધશ્રધ્ધા પર કટાક્ષ છે. જે ભારતવાસીઓને ઢોંગી બાબાઓના પુજન પર સવાલ ઉઠાવવા મજબૂર કરશે. ડિજીટલ પ્લેટફોર્મ પર વિજયએ અગાઉ ચોપસ્ટિકસ, મેઇડ ઇન હેવન સહિતમાં કામ કર્યુ છે. ચાહકો હવે તેને ડાર્ક કોમેડીમાં જોઇ શકશે.

(9:48 am IST)