Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ટીવી શો જોઇ અભિનય શીખી રહી છે સની

બોલીવૂડમાં આવ્યા પછી સની લિયોને ભલે ખાસ કોઇ હિટ ફિલ્મો આપી ન હોઇ પરંતુ તેને લઇને ફિલ્મો બનાવનારા નિર્માતા ઓછા નથી. હાલમાં સની હોરર કોમેડી ફિલ્મ કોકાકોલામાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે યુપીની યુવતિ બની હોઇ રોલને ન્યાય આપવા તે ઉત્તર પ્રદેશની ભાષા પણ ખાસ શિક્ષક રાખીને શીખી છે. હવે તે હિન્દી ભાષા માટેનો એક વર્કશોપ પણ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે મંદાના કરીમી પણ ખાસ રોલમાં છે. અભિનય શીખવા માટે સની લિયોની એકતા કપૂરની ટીવી સિરીયલો જોઇ રહી છે. સનીએ પોતે સિરીયલ જોઇ રહી હોય તેવી તસ્વીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તે કુમકુમ ભાગ્ય જોઇ રહેલી દેખાય છે. આ શોના ડાયલોગ સાંભળી પછી પોતે બોલવાની કોશિષ કરતી પણ તે વિડીયોમાં દેખાય છે. સની કહે છે કુમકુમ ભાગ્ય, શ્રીતી ઝા અને શબ્બીર અહલુવાલીયાનો હું આભાર માનુ છું. કોકાકોલામાં મંદાનાનો નેગેટીવ રોલ છે. આ ફિલ્મના નિર્દેશક પ્રકાશ ટેટીકેની છે

(10:02 am IST)