Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ટીવી કપલ સરગૂન અને રવિએ માણી રજાની મજા

ટીવી પરદાનું જાણીતુ યુગલ સરગુન મહેતા અને રવિ દૂબેએ તાજેતરમાં માલદિવમાં રજા માણી હતી. રવિ અને સરગૂને સોશિયલ મિડીયા પર ત્યાંની અનેક તસ્વીરો પોસ્ટ કરી હતી. આ તમામ તસ્વીરોમાં રવિ અને સરગૂન ખુશખુશાલ જોવા મળી રહી છે. સરગૂને બ્લુ રંગની બિકિનીવાળી તસ્વીરો પણ પોસ્ટ કરી હતી. જ્યારે રવિએ વ્હાઇટ શોર્ટસ અને પ્રિન્ટેડ શર્ટ પહેર્યા હતાં. માલદિવની આ તસ્વીરો સાથે સરગુને કેપ્શન લખ્યું હતું કે-વેકેશન મૂડ ઓન. સરગૂનના હાથમાં શેમ્પેઇનની બોટલ પણ દેખાઇ રહી છે. સરગૂન એકદમ રંગીલા અંદાજમાં દેખાઇ રહી હતી. ટીવી પરદાના આ જાણીતા કપલે પહેલી વખત '૧૨/૨૪ કરોલ બાગ' શોમાં સાથે કામ કર્યુ હતું. જેમાં બંનેએ પતિ-પત્નિનો રોલ નિભાવ્યો હતો. ત્યાંથી જ બંનેની લવસ્ટોરી શરૂ થઇ હતી. ૨૦૧૩માં બંનેએ લગ્ન કરી લીધા હતાં. સરગૂન પંજાબી ફિલ્મોમાં કામ કરવાની છે.તો રવિ હવે જમાઇરાજા-૨માં જોવા મળશે.

 

(10:01 am IST)