Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

એકટર બનવા માત્ર એકટીંગ શીખોઃ અનન્યા

અભિનેતા ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડેએ બોલીવૂડમાં શાનદાર એન્ટ્રી કરી લીધી છે. પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ થકી તેણે અનેક ચાહકો બનાવી લીધા છે. તો ચારેતરફ તેના અભિનયના પણ વખાણ થઇ રહ્યા છે. આ સાથે તેના હાથમાં નવા પ્રોજેકટ પણ આવી ગયા છે. હાલમાં તે પતિ પત્નિ ઓૈર વોમાં કામ કરી રહી છે. તો સાથો સાથ ઇન્ટરનેશનલ-નેશનલ બ્રાન્ડસને પણ પ્રમોટ કરી રહી છે. અનન્યાએ તાજેતરમાં ઇન્દોરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેને પુછાયું કે તારો પહેલો ક્રશ કોણ છે? તો તેણે તુરત જ રિતીક રોશનનું નામ આપ્યું હતું. અનન્યાએ કહ્યું હતું કે હું બે વર્ષની હતી ત્યારે રિતીકને એક બર્થ ડે પાર્ટીમાં જોયો હતો. ત્યારથી તે મને પસંદ પડી ગયો હતો. આઇડિયલ પર્સન તરીકે તેણે વરૂણ ધવનનું નામ આપ્યું હતું. તે કહે છે વરૂણ અસલી જિંદગીમાં પણ હીરો છે. અનન્યા કહે છે લોકો એકટર બનવા ડાન્સ, માર્શલ આ૭ૃ એમ બધુ શીખતા હોય છે. પણ હું કહીશ કે માત્ર એકટીંગ શીખો.

 

(10:01 am IST)