Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મહાન શોમેન રાજકપૂર : ૩૦મી પૂણ્યતિથિ

હિન્દી સિનેમાના મહાન શોમેન રાજકપૂર પૂરૃં નામ : રાજકુમારજન્મ : ૧૪ ડિસેમ્બર ૧૯ર૪ (પેશાવર)રાષ્ટ્રીયતા : ભારતીય કાર્યક્ષેત્ર : ફિલ્મ અભિનેતા, નિર્માતા, નિર્દેશકમાતા/પિતા : પૃથ્વીરાજ કપૂર/ રામસરાનીદેવીપુરસ્કાર : હિન્દીમાં સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે બેરાષ્ટ્રીય પુરસ્કાર, ૧૧ ફિલ્મફેચરપુરસ્કાર,૧૯૭૧માં પદ્મભૂષણ પુરસ્કાર, દાદાસાહેબફાળકે પુરસ્કાર, ટપાલ વિભાગે ર૦૦૧માં તેમનાફોટાની ટપાલ ટિકિટ બહાર પાડી.મૃત્યુ : ર જૂન ૧૯૮૮ (દિલ્હી)

રાજકપૂરનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯ર૪એ પેશાવરમાં થયોહતો. તેમના પિતા પ્રખ્યાતઅભિનેતા પૃથ્વીરાજ કપૂર અનેમાતા રામસરાની દેવી કપૂર હતા.તેમના નાનપણનું નામ રાજ નહીંપરંતુ રણબીર હતું. આ નામથીતેમના પૌેત્રનું નામ રાખવામાંઆવ્યું.

જે આજે રાજકપૂરના પગલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા બન્યો છે. થોડાક વરસો બાદ ૧૯ર૯માંરાજકપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરપોતાના પરિવાર સહિત પેશાવરછોડીને મુંબઈ આવી ગયા.પૃથ્વીરાજ કપૂર ખુદ એક પ્રસિદ્ધઅભિનેતા હતા. રાજકપૂર ત્રણસંતાનોમાંથી સૌથી મોટા હતા.તેમના અન્ય બે ભાઈ શમ્મી કપૂરઅને શશીકપૂર પણ સુુપ્રસિદ્ધ અભિનેતા બન્યા હતા.રાજકપૂર હિન્દી સિનેમાનામહાન શોમેન હતા જેમણે ઘણીવારસામાન્ય સ્ટોરી પર એટલીભવ્યતાથી ફિલ્મો બનાવી કે દર્શકવારંવાર જોઈને પણ અતૃપ્ત રહેતા હતા. ભૂરી આંખોમાં તરતા ઘણા સપનાઓને ફિલ્મોના માધ્યમથી રજૂકરનારા રાજકપૂર તે સમયમાંસામાજિક વિષમતાઓને મનોરંજનના તાણાવાણા સાથે પડદાપર રજૂ કરવાની હિંમત રાખતા હતાજ્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગ પોતાનાપાયા મજબૂત કરી રહ્યું હતું.

રાજકપૂરની સામાજિક સંદેશાઓવાળી મનોરંજક ફિલ્મોમાંશ્રી ૪ર૦, જિસ દેશ મેં ગંગા બહતીહૈ, જાગતે રહો, અબ દિલ્લી દૂર નહીં, બૂટ પોલિસ, પ્રેમરોગ વગેરેસામેલ છે. પોતાના સમયના સૌથી નાનીઉંમરના નિર્દેશક રાજકપૂરે આર.કે.ફિલ્મસની સ્થાપના ૧૯૪૮કરી અને પ્રથમ ફિલ્મ આગનુંનિર્દેશક કર્યું. ૧૯૪૮થી ૧૯૮૮દરમ્યાન હીરો રૂપે રાજકપૂરે આર.કે.ફિલ્મસના બેનર તફ્રે ઘણી ફિલ્મોબનાવી. જેમાં નરગીસની સાથેતેમની જોડી પડદાની સફળ જોડીઓમાંથી એક હતી.રાજકપૂરની સૌથી મહત્ત્વકાંક્ષીફિલ્મ ૧૯૭૦માં પ્રદ'શત મેરા નામજોકર હતી. જેને બનાવવાની યોજના૧૯પપમાં શ્રી ૪ર૦ના નિર્માણદરમ્યાન જ તેમના મગજમાં હતી.પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પરખરાબ રીતે પિટાઈ. એની સાથેતેમનું ફિલ્મો પ્રતિ ઝનૂન ખતમ નાથયું. માનવામાં આવે છે. દર્શક આફિલ્મ હિન્દી સિનેમાની સૌથી ગંભીરફિલ્મોમાંથી એક માનવામાં આવેછે.

રાજકપૂર આ ફિલ્મ પછી તૂટીગયા હતા. દેવાનો બોજ અને સપનાતૂટવાની પીડાએ રાજકપૂરને વ્યથિત કરી દીધા. પરંતુ મેરા નામ જોકરનીનિષ્ફફ્રતાથી રાજકપૂરને બહારકાઢ્યા તેમની ફિલ્મ 'બોબી' એ.જેમાં કિશોર વયની પ્રેમકથાનેસુંદરતાથી વણાયેલ તાણાવાણાહતા. અભિનયની દુનિયાથી અલગથઈને રાજકપૂરે બોબી, સત્યમશિવમ સુંદરમ, પ્રેમરોગ, રામ તેરીગંગા મેલી જેવી સુંદર ફિલ્મોનું નિર્માણ કર્યું.રાજકુમાર પર ફિલ્માવેલાદરેક ગીત મુકેશના અવાજમાંહતા.

મુકેશે રાજકપૂર માટે શ્રી૪ર૦, ચોરી ચોરી, મેરા નામજોકર, દિલ હી તો હૈ જેવી ફિલ્મોમાં ગીતો ગાયા જ્યારેમુકેશનું મૃત્યંુ થયું તો ખુદ રાજકપૂરેકહ્યું કે મેં મારો અવાજ ગુમાવીદીધો.

રાજકપૂરની સફળતામાં શંકર જયકિશન, શૈલેન્દ્ર, હસરત જયપુરી, મુકેશ અને લતાજી અગ્રસ્થાને રહ્યા છે. રામ તેરી ગંગા મેલી પછી તેહિના પર કામ કરી રહ્યા હતા પરંતુનિયતિ આ મંજૂર નહોતું અને દાદાસાહેબ ફાળકે સહિત વિભિન્નપુરસ્કારોથી સન્માનિત આ મહાનફિલ્મકારનું ર જૂન ૧૯૮૮એનિધન થઈ ગયું. (૩૭.૮)

(12:06 pm IST)