Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સંજયદત્તના જીવન પર આધારિત ''સંજુ 'નું બીજું પોસ્ટર રીલિઝ

આ લૂકને જોઈ ૯૦ ના દાયકાની ફિલ્મ 'સાજન' અને 'આતિશ' નો સંજય દત્તનો લૂક યાદ આવશે.

મુંબઈ :રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'સંજૂ' ' નું બીજું પોસ્ટર રિલીઝ કરાયું છે આ ફિલ્મ સંજય દત્તના જીવન પર આધારિત છે.તેમાં રણબીર કપૂર સંજય દત્તનો રોલ પ્લે કરી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મનું ૮૫ સેકન્ડનું ટીઝર જારી કર્યું હતું. ટીઝર બાદ સીરીઝ હેઠળ સંજૂમાં રણબીરના લૂકના અલગ-અલગ પોસ્ટર રિલીઝ કરાયા છે હાલમાં રીલીઝ થયેલ પોસ્ટરમાં રણબીર લાંબા વાળમાં નજર આવી રહ્યા છે. તેમના આ લૂકને જોઈ ૯૦ ના દાયકાની ફિલ્મ 'સાજન' અને 'આતિશ' નો સંજય દત્તનો લૂક યાદ આવશે. આ સંજૂનું બીજું પોસ્ટર છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરની સંજય દત્ત પરની બાયોપીક ફિલ્મ 'સંજૂ' નું ટીઝર રિલીઝ થઇ ગયું છે અને આ ટીઝરને તમે જોતા જ રહી જશો. ટીઝરનો દરેક સીન બ્લોકબસ્ટરના થપ્પા સાથે આવ્યો છે. રણબીર કપૂર ટીઝરમાં ઘણા લુકમાં છે અને દરેક લુક સંજય દત્તનો હુબહુ લુક છે. આ ફિલ્મને કેટલી મહેનતથી બનાવવામાં આવ્યું છે

(11:01 pm IST)