Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નાગરાજ મંજુલની ફિલ્મ નહીં કરે અમિતાભ બચ્ચન

મુંબઈ:સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટ બનાવનાર નેશનલ એવોર્ડ વિનિંગ ડાયરેક્ટર નાગરાજ મંજુલ બોલીવુડ ફિલ્મ બનાવવા જઈ રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. તે ઝુંડ નામની ફિલ્મનુ ડાયરેક્શન કરી રહ્યા છે. અઆ ફિલ્મ એક એવી રીટાયર્ડ સ્પોટ્સ ટીચર ઉપર આધારીત છે જે ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને ફુટબોલ શીખવાડે છે. અત્યાર સુધી એવી માહિતી સામે આવી હતી કે ફુટબોલ ટીચરની ભૂમિકામાં બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન નજરે પડશે. પરંતુ હવે તાજા અહેવાલમાં જણાવ્યા મુજબ બિગ બી આ ફિલ્મથી અલગ થઈ ગયા છે. 
સુત્રોના જણાવ્યા મુજબ, બચ્ચન ગત વર્ષે આ ફિલ્મને કરવા માટે તૈયાર હતા, પરંતુ વગર કોઈ કારણ દર્શાવ્યા વિના ફિલ્મનુ શુટિંગ ટળતુ ગયુ. જેથી બિગ બીએ અન્ય ફિલ્મોને ડેટ આપવાની હતી, આ કારણસર તેમણે ઝૂંડ ફિલ્મમાંથી પોતાને અલગ કરી દીધા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. સુત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મમાં કેટલાક કોપીરાઈટ્સના ઈશ્યુ પણ સામે આવ્યા હતા. જે બાદ અમિતાભ બચ્ચને ફિલ્મની સાઈનિંગ એમાઉન્ટ ફિલ્મમેકર્સને પરત કરી દીધી. આપને જણાવી દઈએ કે નાગરાજ મંજુલે પોતાને અમિતાભ બચ્ચનને બહુ મોટા પ્રશંસક માને છે. તેમજ તેમની ઇચ્છા હતી કે તેઓ પોતાની ફિલ્મમાં બિગ બીને લે. પરંતુ તેમની આ ઇચ્છા અધુરી રહી ગઈ છે. 

(5:39 pm IST)