Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

'હેપ્પી ફીર ભાગ જાયેગી' વધુ મજેદાર છેઃ અલી

અભિનેતા અલી ફઝલ હાલમાં નવી ફિલ્મ 'હેપ્પી ફીર ભાગ જાયેગી'ના શુટીંગમાં વ્યસ્ત છે. તેણે કહ્યું હતું કે આ ફિલ્મ તેના પહેલા ભાગ કરતાં પણ ખુબ મજેદાર છે. શુટીંગ મલેશિયામાં ચાલી રહ્યું છે. અલીએ કહ્યું હતું કે હું પહેલી જ વખત મલેશીયા આવ્યો છું. શુટીંગની શરૂઆત ખુબ શાનદાર હતી. કુઆલાલંપુરથી સિંગાપુર જતાં પહેલા વિમાનનું એક એન્જિન ખરાબ થઇ ગયું હતું અને હું મારી બેગ ભુલી ગયો હતો જે ત્રણ દિવસ પછી મળી હતી. હું આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને જસ્સી ગીલ સાથે કામ કરીને ઉત્સાહિત છું. મલેશિયામાં અમે આઉટડોર શુટીંગ કરી રહ્યા છીએ. અનેક એકશન દ્રશ્યો પણ છે. જીમ્મી શેરગીલ, પિયુષ મિશ્રાને પણ મહત્વની ભૂમિકા છે. હું કેન્દ્ર સ્થાને છું. ૨૦૧૬માં આવેલી હેપ્પી ભાગ જાયેગીમાં અભય દેઓલ અને ડાયેના પેન્ટીની મુખ્ય જોડી હતી.

(9:27 am IST)