Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કારકિર્દીને દિશા મળે એવી ફિલ્મની તલાશ હતીઃ અભિષેક

લાંબા સમયથી ફિલ્મી પરદેથી ગાયબ અભિષેક બચ્ચન હાલમાં 'મનમર્જિયાં' ફિલ્મમાં કામ કરી રહ્યો છે. અભિષેકે કહ્યું હતું કે બે વર્ષ સુધી હું ફિલ્મોથી દુર રહ્યો હતો. હું મારી કારકિર્દીમાં હવે કંઇક નવુ કરવા ઇચ્છુ છું. હું ફિલ્મો બાબતે મારી પસંદગી બદલવા માંગુ છું. હું એવી ફિલ્મની શોધમાં હતો જેનાથી મારી કારકિર્દીને દિશા મળે. સારી ફિલ્મ માટે મેં ખુબ રાહ જોઇ હતી. આ સમયમાં મને મારા પરિવારે ખુબ સહકાર આપ્યો છે. બ્રેક લીધો ત્યારે પિતાએ મને ખુબ ટેકો આપ્યો હતો. તેણે પણ સારી ફિલ્મ માટે પાંચ વર્ષ સુધી રાહ જોઇ હતી. ઐશ્વર્યાએ પણ મને સહકાર આપ્યો હતો. અનુરાગ કશ્યપની મનમર્જિયાંમાં અભિષેક સરદારના રોલમાં છે. તાપસી પન્નુ અને વિક્કી કોૈશલ પણ મુખ્ય રોલમાં છે.

(9:27 am IST)