Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભાઇજાને ટિકટોકના દેશી અવતરમાં નિવેશ કર્યુઃ ચિંગારી મનોરંજન એપ છે

દેશી એપ 'ચિંગારી'માં સલમાન ખાતે રોકયા નાણાઃ બન્યો બ્રાન્ડ એમ્બેસેડરઃ હવે ઘેર-ઘેર પહોંચશે એપ

નવી દિલ્હી, તા.૨: ભારતની ઝડપથી આગળ વધી રહેલ મીડિયા સુપર એન્ટરર્ટેંમેંટ એપ ચિંગારી દ્વારા આજે સલમાન ખાનને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે દ્યોષિત કરવામાં આવેલ છે.

સલમાન ખાન ભારતના સૌથી લોકપ્રિય અને આઇકોનિક અભિનેતા અને બોકસ ઓફિસના અવિવાદિત બાદશાહ છે. સૌથી લોકપ્રિય અભિનેતા હોવાની સાથે સાથે તેઓ એક સફળ નિર્માતા, સૌથી લોકપ્રિય ટીવી હોસ્ટ અને પરોપકારી કાર્ય કરવા માટે પણ જાણીતા છે.

આ ભાગીદારી અંગે વાત કરતાં સલમાન ખાને કહ્યું, 'ચિંગારી ભારતમાં સૌથી લોકપ્રિય મનોરંજન એપ્સ માંની એક છે અને તેનો ફોકસ તેના ઉપભોકતાઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સનું મૂલ્ય વર્ધન કરવા ઉપર છે. આટલા ઓછા સમયમાં ચિંગારીએ જે રીતે આકાર લીધો છે, તે જોઈને મને આનંદ થાય છે. આ એક એવો મંચ છે, જે ગામડાઓથી માંડીને શહેરો સુધીના લાખો લોકોને તેમની વિશેષ કળા પ્રદર્શિત કરવાની અને જોતજોતામાં બીજા લાખો લોકોને તેઓને જોવાનો લ્હાવો આપે છે. સલમાન ખાનને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર બનાવીને ચિંગારી માર્કેટ લીડર તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માંગે છે. આ ક્ષેત્રની અગ્રણી ચિંગારી પોતાનો 'મેડ ઇન ઈન્ડિયા'નો ટેગ ગર્વથી ધારણ કરે છે. ચિંગારી આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેંજની વર્ષ ૨૦૨૦ની વિજેતા છે.ડિસેમ્બર ૨૦૨૦ સુધી ચિંગારીએ દેશમાં વસતા અને વિદેશના બ્લૂ-ચિપ સમર્થકો પાસેથી ઼૧.૪ મિલિયનથી ઘણું વધુ ભંડોળ ઊભું કરી દીધું છે. ચિંગારીના રોકાણકારોમાં એંજેલ લિસ્ટ, જ્ઞ્લ્ફૂફૂફુ, વિલેજ ગ્લોબલ, બ્લૂમ ફાઉન્ડર્સ ફંડ, જસમિન્દર સિંહ ગુલાટી જેવા અને અન્ય મોટા નામો સામેલ છે. ચિંગારીએ હાલમાં જ ઓનમોબાઇલના નેતૃત્વમાં ઼૧૩ મિલિયનનું ફંડિંગનું એક નવું રાઉન્ડ બંધ કર્યું છે. આ રાઉન્ડમાં સામેલ થયેલ અન્ય રોકાણકારો હતા, રિપબ્લિક લેબ્સ યુએસ, એસ્ટાર્ક વેન્ચર કેટાલિસ્ટ લિમિટેડ, પ્રોફિટબોર્ડ વેંચર્સ અને યુકેના કેટલાક વિશાળ ફઙ્ખમિલી ઓફિસ ફંડ.

ચિંગારી એ ભારતની સૌથી લોકપ્રિય સુપર એન્ટરર્ટેંમેંટ એપ માંની એક છે. ટેક૪બિલિયન મીડિયા પ્રાઇવેટ લિમિટેડ તેની માલિકી ધરાવે છે. આ એપ વડે યુઝર્સ અંગ્રેજી અને હિન્દી સાથે વિવિધ ૧૨ ભાષાઓમાં વિડીયો તૈયાર કરી શકે છે અને તેને અપલોડ કરી શકે છે.

(3:20 pm IST)