Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કિયારાના હાથમાં આવી વધુ એક ફિલ્મ

કિયારા અડવાણીએ ટૂંકા સમયમાં જ બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. એક પછી એક મોટી ફિલ્મો તે પોતાના બળ પર મેળવી રહી છે. કિયારા પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી ચુકી છે. આ કારણેજ તેને મોટા નિર્માતા-નિર્દેશક સતત નવા પ્રોજેકટ માટે પસંદ કરી રહ્યા છે. હવે કિયારા રણવીરસિંહ સાથે એક ફિલમ કરવાની છે. સાઉથના નિર્દેશક શંકરે પોતાની એક ફિલ્મની હિન્દી રિમેક માટે રણવીરસિંહ સાથે કિયારાની પસંદગી કરી છે. આ બંનેની જોડી ફિલ્મી પરદે હેલી વખત રોમાન્સ કરવાની છે. નિર્દેશક શંકર હાલમાં સાઉથ સુપરસ્ટાર રામચરણની ફિલ્મના કામમાં વ્યસ્ત છે. હવે પછી રણવીર અને શંકર પૈન ઇન્ડિયા ફિલ્મ્સના એક પ્રોજેકટ પર કામ શરૂ કરશે. અન્ય પ્રોજેકટ પુરો થયા પછી આ ફિલ્મનું શુટીંગ શરૂ થશે. રણવીર અને શંકર ચેન્નઇમાં મુકાલાત કરી ચુકયા  છે. સોળ વર્ષ પહેલા આવેલી સુપરહિટ તમિલ ફિલ્મ અન્નિયનનીઆ હિન્દી રિમેક છે. જેમાં એક વકિલની કહાની છે. કિયારા હાલમાં શેરશાહ, ભૂલભૂલૈયા-૨ સહિતની ફિલ્મો કરી રહી છે.

(10:12 am IST)