Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વાહ સલમાન... ૨૫ હજાર મજૂરોની જવાબદારી લીધી : ૨૫ કરોડનો ખર્ચ કરશે

જયાં સુધી શૂટીંગ શરૂ ન થાય ત્યાં સુધી ખાણી - પાણી, રહેવા, દવાનો તમામ ખર્ચ ઉઠાવશે : પરેશ રાવલે ટ્વીટ કરી પ્રશંસા કરી

મુંબઈ : તા. ૨ : બોલીવુડના સુપરસ્ટાર સલમાનખાન ફિલ્મો ઉપરાંત પોતાની દરિયાદિલી માટે ઓળખાય છે. સલમાન એ સિતારાઓમાંથી છે જે લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. હાલમાં જ સમાચારોમાં જણાવવામાં આવ્યું છે કે, સલમાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રપ હજાર લોકોની મદદ કરી રહ્યા છે. હવે દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે સલમાનની જોરદાર પ્રશંસા કરી છે. 

પરેશ રાવલે સોશિયલ મીડિયા પર સલમાનખાનને શેર દિલ બતાવ્યા. તેમણે લખ્યું કે, શેર દિલવાળા સલમાન ખાનને સલામ છે. જણાવી દઈએ કે, પરેશ રાવલના ટ્વીટ અંગે આ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમણે રપ હજાર મજૂરોની મદદ કરવા પર સલમાનખાનની પ્રશંસામાં આ લખ્યું છે.

સલમાનખાન પોતાની સંસ્થા બીંગ ફાઉન્ડેશનના માધ્યમથી દાડીયા મજૂરોની મદદ માટે આગળ આવ્યા છે. સલમાને રપ હજાર મજૂરોની જવાબદારી લીધી છે જ્યાં સુધી શુટિંગ શરૂ નહીં થાય ત્યાં સુધી સલમાન આ મજૂરોના ખાણી-પીણી, રહેવા અને જરૂરી દવાઓનો તમામ ખર્ચ ઉઠાવશે. રિપોર્ટ મુજબ એક મહિનામાં સલમાનખાન રપ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

(1:08 pm IST)