Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

ફરીથી અભિષેક અને તાપસીની જોડી બનશે

બોલીવૂડના જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભણશાલી જુનીયર બી અભિષેક બચ્ચન અને તાપસી પન્નને લઇને ફિલ્મ બનાવી શકે છે. લાંબા સમયથી ભણશાલી સાહિર લુધીયાનવી અને અમૃતા પ્રિતમની જિંદગી પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. પહેલા આ ફિલ્મમાટે શાહરૂખ ખાન, ઇરફાન ખાનના નામ સામે આવ્યા હતાં. અભિષેક બચ્ચન પણ આ લિસ્ટમાં સામેલ  થયો છે. અભિષેકને સાહિરના પાત્ર માટે પસંદ કરાયાની અને તાપસીને અૃમતાવાળો રોલ અપાયાી ખુબ ચર્ચા છે. જો કે અભિષેક અને તાપસીએ હજુ ફિલ્મ સાઇન કરી નથી. ઓૈપચારિક ઘોષણા ટુંક સમયમાં થશે. અભિષેક અને તાપસી અગાઉ મનમર્જિયાંમાં સાથે કામ કરી ચુકયા છે અને લોકોએ તેની જોડી પસંદ કરી હતી. જો બધુ ઠીક ચાલ્યું તો ફરીથી બંને સાથે દેખાય તેવી શકયતા છે.

(10:37 am IST)