Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

દર્શકોને હસાવવામાં કપિલ શર્મા અને ટીમને સફળતા

કપિલ શર્મા હાલમાં સતત ચર્ચામાં છે. તેના શોને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. આમ છતાં આ શોની ટીઆરપી નીચે જતી રહી હતી. પરંતુ હવે ફરીથી કપિલના શોની ટીઆરપી વધી ગઇ છે. એટલે કે શો ટોપ પાંચમાં સામેલ થઇ ગયો છે. બ્રોડકાસ્ટ રિસર્ચ ઓડિયન્સ કાઉન્સલ દ્વારા સોળથી બાવીસ માર્ચ સુધીના રેટિંગ જાહેર કર્યા હતાં તેમાં કપિલના શોને ૨.૪ રેટિંગ મળ્યા હતાં અને ચોથો નંબર આપ્યો હતો. અગાઉ સાતમા સ્થાન પર આ શો પહોંચી ગયો હતો. કપિલ શર્મા સાથે હવે નવજોતસિંહ સિંધુ નથી, તેના કારણે પણ થોડુ નુકસાન થઇ રહ્યું છે. તેની જગ્યાએ અર્ચના પુરણસિંહને લેવામાં આવી છે. ઉપર-નીચે થઇ રહેલી ટીઆરપી વચ્ચે દર્શકોને ખુશ કરવામાં કપિલ અને ટીમ સફળ રહ્યા છે.

(10:36 am IST)