Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

આંખે-૨ સાથે સૈફ ખલી ખાન પણ જોડાયો

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની ફિલ્મ આંખે-૨નું કામ ઘણા સમયથી આગળ વધ્યું નથી. ફિલ્મનો પહેલો ભાગ ૨૦૦૩માં આવ્યો હતો. જેમાં અમિતાભ સાથે અર્જુન રામપાલ, પરેશ રાવલ, સુષ્મિતા સેન જેવા કલાકાર હતાં. બીજા ભાગનું નિર્દેશન અનિસ બઝમી કરી રહ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન, પરેશ રાવલ પહેલેથી સામેલ છે. હવે સૈફ અલી ખાન પણ આ ફિલ્મ સાથે જોડાયો છે. જેનો ખુબ મહત્વનો રોલ છે. સુષ્મિતા સેનની જગ્યાએ જૈકલીન ફર્નાન્ડીઝ કામ કરશે. સૈફ અલી ખાન પાસે હાલમાં હન્ટર, જવાની જાનેમન, છિછોરે, તાનાજી-ધ અનસંગ વોરિયર જેવી ફિલ્મો છે. હવે વધુ એક ફિલ્મમાં તેને મહત્વનો રોલ મળ્યો છે. આંખે-૨નું એલાન થયું ત્યારે અનિલ કપૂર, અરશદ વારસી, ઇલિયાના ડિક્રુઝ જેવા કલાકારોના નામ સામે આવ્યા હતાં.

(10:36 am IST)