Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

તેલુગુ કોમેડી 'એફ-૨'ની હિન્દી રિમેક બનાવશે બોની કપૂર

હોલીવૂડ અને કોલીવૂડની ફિલ્મો પરથી હિન્દી ફિલ્મો બનાવવાના ચલણ વચ્ચે સાઉથની વધુ એક સુપરહિટ ફિલ્મની હિન્દી રિમેક બોની કપૂર બનાવશે. 'એફ-૨'ની રિમેક બનાવવાનનું કામ બોની ટૂંક સમયમાં જ શરૂ કરશે. તેલુગુ ભાષાની આ કોમેડી ફિલ્મે દુનિયાભરની બોકસ ઓફિસ પર સો કરોડથી વધુની કમાણી કરી હતી. ગત જાન્યુઆરીમાં આવેલી આ ફિલ્મમાં વ્યંકટેશ, વરૂણ તેજ, તમન્ના ભાટીયા સહિતના કલાકારો હતાં. ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી. સાઉથની આ બ્લોકબસ્ટર કોમેડી હવે હિન્દીમાં બનાવવા બોનીએ હક્કો મેળવી લીધા છે. તેમજ ફિલ્મનું એલાન પણ કરી દીધું છે. બોની તેલુગુ નિર્માતા દિલ રાજૂ સાથે મળીને આ ફિલ્મ બનાવશે. નિર્દેશન અનિસ બઝમીને સોંપ્યું છે. જે હાલમાં પાગલપંતિના શુટીંગમાં વ્યસ્ત છે. હિન્દી એફ-૨ માટે બે હીરો અને બે હિરોઇનની પસંદગી હવે થશે.

(10:44 am IST)