Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ડિજિટલ યુગ ફિલ્મો માટે ખતરા સમાન છે: અમિતાભ બચ્ચન

મુંબઇ:  મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે દિવસે દિવસે ડિજિટલ વિશ્વની લોકપ્રિયતા એટલી હદે વધી રહી છે કે ફિલ્મોનું આકર્ષણ જતે દિવસે ખતમ થઇ જશે. સદાબહાર ફિલ્મોની જાળવણી અને એનું જતન કરવા બાબત વિશ્વપ્રસિદ્ધ ફિલ્મ સર્જક હોલિવૂડના ક્રિસ્ટોફર નોલાન સાથેની બેઠકમાં અમિતાભે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દુનિયાભરના ફિલ્મ સર્જકો સંગઠિત થાય અને આ કાર્યમાં હાથ બંટાવે એ આજની તાતી જરૃરિયાત છે એમ મને લાગે છે. યાદગાર ફિલ્મોનું જતન અને સંગ્રહ કરવામાં આવે એ મહત્ત્વની બાબત છે. ફિલ્મોનાં જતન અને સંગ્રહના કાર્યના પ્રચાર માટે નોલાન ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. એમની સાથે વીઝ્યુઅલ આર્ટસ્ટ ટેસિતા ડીન પણ હતાં. અમિતાભે કહ્યું કે દુનિયાભરના ટોચના ફિલ્મ સર્જકો એક ટેબલ પર ભેગાં થાય અને આ વારસાને સાચવી રાખવાનાં નક્કર પગલાં ભરે એવો સમય પાકી ગયો છે. દિવસે દિવસે ડિજિટલ મનોરંજન તરફનું આકર્ષણ વધી રહ્યું છે અને એ ફિલ્મોના આકર્ષણને ખતમ કરી નાખે એવા દિવસો હવે દૂર નથી. એટલે આપણે સૌ સહિયારો પ્રયાસ જરાય સમય બગાડયા વિના તત્કાળ શરૃ કરી દઇએ એ બહેતર છે.

 

(5:22 pm IST)