Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

હજુ તો મારી શરૂઆત છેઃ તૃપ્‍તી

તૃપ્‍તી ડીમરીએ વધુ એક વખત પોતાના અભિનયથી સોૈને પ્રભાવીત કર્યા છે. ઓટીટી પર છેલ્લે તે કલા નામની ફિલ્‍મમાં જોવા મળી હતી. આ ફિલ્‍મને ભલે મિશ્ર પ્રતિભાવો મળ્‍યા હોઇ પણ તૃપ્‍તીએ જોરદાર કામ કર્યુ હોવાનું સોૈ કહે છે. તૃપ્‍તી કહે છે સફળતાનો અર્થ હવે મારા માટે બદલાઇ ગયો છે. તમે અનુભવ સાથે શીખતા રહો છો અને આગળ વધી શકો છો. મારા માટે સફળતા એટલે માત્ર સારી ફિલ્‍મોનો ભાગ બનવું અને ખુબ પૈસા કમાઇ લેવા એટલો જ નથી. સાચુ કહુ તો આ મુકામ પર પહોંચ્‍યા પછી મારા માટે મહત્‍વનું એ છે કે હું જે કામ કરું તેમાં મને આનંદ અને સંતોષ મળે.

હું જે પ્રોજેક્‍ટનો ભાગ બનું તે કામમાં મને મજા આવશે તો જ હું મારી જાતને સફળ માનીશ. હજુ તો મારી કારકિર્દીની શરૂઆત છે, આ રસ્‍તો ઘણો લાંબો છે તેને મારે પાર કરવાનો છે. તૃપ્‍તી ડીમરી અનુષ્‍કા શર્માના ભાઇ કર્ણેશ શર્મા સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં છે. બંનેની રોમાન્‍ટીક તસ્‍વીરો સોશિયલ મિડીયા પર આવી ચુકી છે. એ પછી તૃપ્‍તીએ આ રિલેશનને સ્‍વીકાર્યા હતાં.

(10:35 am IST)