Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

પોતાની જાતને નસિબદાર સમજે છે લીના જુમાની

ટીવી અને ફિલ્મોના અનેક સ્ટાર ડિજીટલ પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ કરી રહ્યા છે. હવે ટીવી અભિનેત્રી લીના જુમાની ઉલ્લુ એપની સિરીઝ 'પારો'માં મુખ્ય રોલ નિભાવી રહી છે. બ્રાઇડ ટ્રાફિકીંગના સામાજીક મુદ્દા પર આ સિરીઝ આધારીત છે. લીનાએ પારોમાં કામ કરવા અંગે કહ્યું હતું કે મને શોની કહાની ખુબ જ ગમી ગઇ હતી અને મેં તુરત જ કામ કરવાની હા કહી દીધી હતી. બ્રાઇડ ટ્રાફિકીંગનો કહાનીનો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે, તેને કોઇપણ શોના માધ્યમથી લોકો સામે રજૂ કરવો જરૂરી હતો. પારો શબ્દ ખરેખર એવી છોકરીઓ માટે વપરાય છે જે માર્કેટમાં ઘેટા બકરાની જેમ વેંચાય છે. તે બાળકોને જન્મ તો આપે છે પરંતુ એ કોની પત્નિ છે તેની ખબર પડતી નથી. તેને પતિનું નામ મળતું નથી. આ પ્રકારનું પડકારજનક પાત્ર ભજવવાની તક મળતાં હું મારી જાતને નસિબદાર સમજુ છું. લીના અગાઉ કુમકુમ ભાગ્ય, બંદિની, પુનર્વિવાહ, અદાલત સહિતના શો કરી ચુકી છે.

(10:36 am IST)