Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

'ખાલી-પીલી'નું ફર્સ્ટ લુક આવ્યો સામે: ઈશાન બન્યો કૈબ ડ્રાઈવર અને અનન્ય જોવા મળી પરેશાન

મુંબઈ: ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ફિલ્મ 'ખાલી-પીલી' ઘણા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મમાં ઇશાન પહેલીવાર અનન્યા પાંડે સાથે સાથે સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર તાજેતરમાં આવ્યું છે.ફિલ્મના પોસ્ટરમાં ઇશાન કેબ ડ્રાઇવર તરીકે જોવા મળી રહ્યો છે. અનન્યા કેબની પાછળની સીટ પર બેઠી છે અને અસ્વસ્થ લાગે છે. ઇશાન તેની તરફ ખુશખુશાલ સ્મિત સાથે જોઈ રહ્યો છે.ફિલ્મ 'ખાલી-પીલી' માં અનન્યા એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળશે. ફિલ્મમાં અનન્યા એક મુંબઈની યુવતીની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં અનન્યા ટપોરી ભાષા બોલતા જોવા મળશે.

(5:03 pm IST)