Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સલમાન ખાનના ઘરે બહેન અર્પિતા અને આયુષ શર્માની પુત્રી આયાતનું ધામધૂમથી સ્વાગત

અમદાવાદ :બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા અને આયુશ શર્માની દીકરી અયાતનું ખાન પરિવારમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે. અર્પિતાએ 27 ડિસેમ્બર સલમાન ખાનની બર્થડે પર નાનકડી પરીને જન્મ આપ્યો હતો. હેલ્ધી મોમ અને દીકરીને 31 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. આ દરમિયાન આયુષ પોતાની દીકરીને ખોળામાં રમાડતો દેખાયો હતો. તો અર્પિતાએ દીકરી અને દીકરા સાથેનો પોઝ આપ્યો હતો. આયુષે દીકરી અયાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

નાનકડી અયાતે ઘરમાં પગ મૂક્યો તો તેના પિતા આયુષ શર્માએ તેનુ ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. આયુશ શર્માએ આ ગ્રાન્ડ વેલકમનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આયતના સ્વાગતમાં શાનદાર એરેન્જમેન્ટ કરાયું છે.

આયુષે સોમવારના રોજ દીકરીની પહેલી ફોટો શેર કરી હતી. ફોટો શેર કરતા આયુષે લખ્યું હતું કે, ખૂબસુરત દુનિયામાં તારું સ્વાગત છે આયત.... અમારી જિંદગીમાં ઢગલાબંધ ખુશી લઈને તુ આવી છે. ભગવાન કરે તમે દરેકની જિંદગી ખુશીથી છલકાવી દો. તો સલમાને ટ્વિટર પર પણ પોતાની ફીલિંગ્સ શેર કરતા લખ્યું કે, આ નાનકડી દુનિયામાં તારું સ્વાગત છે આયત.... આખા પરિવાર માટે મારા જન્મદિવસની આ સૌથી બેસ્ટ ગિફ્ટ છે. અર્પિતા અને આયુષ તમને અભિનંદન....

(4:56 pm IST)