Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

આ તસવીર સાથે મલાઇકાએ પોતાના New yearની કરી રોમાન્ટિક શરૂઆત

કપલને નથી ડર દુનિયાનો

મુંબઇ, તા.૨: મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર ગત વર્ષ પોતાના લવ લાઇફને અધિકૃત રીતે સ્વીકાર્યો હતો. બંને તે વાત સ્વીકારી હતી કે તે એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે લાંબા સમયથી મલાઇકા અને અર્જૂનના સંબંધો વિષે ચર્ચા ચાલી રહી હતી. મીડિયામાં પણ તે અનેકવાર સાથે દેખાયા હતા. તેમ છતાં તેમણે પોતાના સંબંધોની વાત છુપાવી રાખી. અને ગત વર્ષે જ આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. ત્યારે નવા વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૦ના શરૂઆતમાં જ મલાઇકાએ તેના ઓફિશયલ એકાઉન્ટથી એક તેવી તસવીર મૂકી જેણે લોકોને ચોંકાવી પણ ખરા પણ સાથે જ લોકોને પસંદ પણ ખૂબ કરી.

મલાઇકા નવા વર્ષની ઉજવણી માટે ગત થોડા દિવસથી ગોવા ગયા હતા. ૩૧ ડિસેમ્બરે અર્જૂન પણ ગોવા પહોંચ્યો હતો. અને મલાઇકાએ અર્જૂનને ગાલ પર Kiss કરતો એક ફોટો સોશિયલ મીડિયા પર મૂકયા છે. જેમાં મલાઇકાએ કેપ્શન આપ્યું છે કે 'સૂરજ, તારા, રોશની અને ખુશીઓ...૨૦૨૦'

ઉલ્લેખનીય છે કે મલાઇકા પોતાના આખા પરિવાર સાથે હાલ ગોવામાં છે. આ ટ્રીપમાં તેમની માં, બહેન અમૃતા અને તેના બાળકો પણ છે. મલાઇકા પરિવાર અને અર્જૂન કપૂર સાથે આ નવા વર્ષ દરમિયાન ખૂબ જ સારો સમય પસાર કરી રહી છે. મલાઇકાએ અર્જૂન કપૂર વિષે ગત વર્ષે પોતાના જન્મદિવસ પર જ આ વાત સ્વીકારી હતી.

ત્યારે  નવા વર્ષે આ તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકીને મલાઇકા તે વાતની તો ખાતરી આપી દીધી છે કે આવનારા વર્ષમાં અર્જૂન અને મલાઇકા તેમના સંબંધોને લઇને સીરીયસ થવા માંગે છે. અને આગળ વધવા માંગે છે.

(10:03 am IST)