Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ખુબ સંઘર્ષ પછી સફળ બની છે મૃણાલ

ઘોસ્ટ સ્ટોરિઝમાં કામ કરી રહેલી અભિનેત્રીઓમાં ટીવી પરદેથી ફિલ્મોમાં પહોંચેલી મૃણાલ ઠાકુર પણ કામ કરી રહી છે. સાત વર્ષ પહેલા ટીવી શો 'મુજસે કુછ કહતી યે ખામોશિયા' થકી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તેણે લવ સોનિયા નામની ફિલ્મ કરી હતી. છેલ્લે તેણે રિતી રોશન સાથે સુપર-૩૦ અને બાટલા હાઉસમાં જોન અબ્રાહમ સાથે પણ કામ કરીને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે. આ કારણે મૃણાલને હવે બીજી મોટી ફિલ્મો મળતી થઇ છે. કરણ જોહર નિર્દેશીત ઘોસ્ટ સ્ટોરિઝમાં પણ હવે મૃણાલ કામ કરી રહી છે. મૃણાલ કહે છે કે હું અસલી જિંદગીમાં ભૂતપ્રેત પર નહિ પણ સકારાત્મક અને નકારાત્મક ઉર્જામાં વિશ્વાસ રાખે છે. તેને લાગે છે કે ઘરથી લઇને દરેક જગ્યાએ એક  એવી ઉર્જા હોય છે જે તમને સારા-ખરાબનો અનુભવ કરાવે છે. હું બાળપણમાં દૂરદર્શન પર આપબિતી શો જોતી હતી. એ કહાનીમાં સંદેશ અપાતો હતો કે તમે સારું કરશો તો તમારી સાથે પણ સારુ થશે. મૃણાલ કહે છે મેં સાતેક વર્ષ સંઘર્ષ કર્યા પછી સફળતા મળી છે. હું ટીવી, ફિલ્મ કે વેબ સિરીઝ ગમે ત્યાં કામ કરું, એ કામ સાથે સો ટકા જોડાઇને કામ કરીશ.

 

(9:42 am IST)