Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

પ્રિયંકા-જોનાસના ખ્રિસ્તી રિવાજ મુજબ લગ્ન સંપન્ન

આજે હિન્દુ વિધિ મુજબ બંનેના લગ્ન થશેઃ રાજસ્થાનના જોધપુરમાં ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકા-જોનાસના શાનદાર લગ્ન : અનેક મોટી હસ્તિઓ હાજર

જોધપુર, તા.૧: જેની ઉત્સુકતાપૂર્વક બોલીવુડના લોકો રાહ જોઈ રહ્યા હતા તે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના ખ્રિસ્તી રિવાજ મુજબ આજે લગ્ન થયા હતા. હવે આવતીકાલે હિન્દુ પરંપરા મુજબ પણ લગ્ન થશે. પ્રિયંકાએ લગ્નની જાહેરાત કરી ત્યારથી જ જોરદોર તૈયારીઓ ચાલી રહી હતી. ઐતિહાસિક ઉમેદભવને જોરદારરીતે શણગારાયું હતું. પ્રિયંકા ચોપરાએ ૧૦ વર્ષ નાના મંગેતર નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા છે. હવે તે સત્તાવાર રીતે પતિ-પત્ની છે. શનિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકા-નિકે ક્રિશ્ચિયન પંરપરા અનુસાર લગ્ન કર્યા હતા. આ સમયે પ્રિયંકાએ ડિઝાઈનર રાલ્ફ લોરેને ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો, તો બીજી તરફ નિક પણ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત સંપૂર્ણ ઉમેદ ભવનના ડેકોરેશનમાં પણ ખાસ વ્હાઈટ કલરના ફૂલ જોવા મળી રહ્યાં હતા. રવિવારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હિંદુ પરંપરા અનુસાર લગ્ન કરશે. આ સેરેમની માટે બંનેના આઉટફિટ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું છે. ઉલ્લેખનીય છે, ઓગસ્ટમાં ૩૬ વર્ષીય પ્રિયંકાએ ૨૬ વર્ષના નિક જોનાસ સાથે મુંબઈમાં સગાઈ કરી હતી. અમેરિકામાં રહેતો નિક પ્રોફેશને સિંગર છે. ક્રિશ્ચિયન પરંપરા અનુસાર થયેલા લગ્નમાં પ્રિયંકાએ રાલ્ફ લૉરેને ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો જે ઘણો ખાસ હતો. આ પ્રથમવાર છે જ્યારે કોઈ સેલિબ્રિટિએ રાલ્ફે તૈયાર કરેલો વેડિંગ ગાઉન પહેર્યો હોય. રોલ્ફે પોતાના કરિયરમાં અત્યારસુધી માત્ર ૩ વેડિંગ ગાઉન તૈયાર કર્યા છે. પ્રથમ પોતાની દીકરી ડાયલિન માટે, બીજુ પોતાની વહુ લોરેન બુશ માટે અને ત્રીજુ પોતાની ભત્રીજી જેનિફર લોરેન માટે. રોલ્ફે બનાવેલા અગાઉ ૩ ગાઉન સપ્રેમ ભેટ હતા.

(9:39 pm IST)