Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

મલાઇકા અને અર્જૂન કપૂરે ભાગીદારીમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં ખરીદ્યો ફ્લેટ

મુંબઈ :બોલીવુડની એકદમ હોટ અને સેક્સી અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જૂન કપૂર પોતાના સંબંધોને કારણે ખુબ જ ચર્ચામાં છે.બંને વચ્ચે સારા ટયુનિંગની પણ લોકોમાં ખુબ જ વાતો વહેતી થઇ છે 45 વર્ષની થઈ ચુકેલી આ અભિનેત્રી અર્જૂન કપૂરથી 12 વર્ષ મોટી છે

 . પિંકવીલાની એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ સાથે મળી લોખંડવાલા કોમ્પલેક્સમાં એક શાનદાર અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ બંનેનું જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ છે.

(8:02 pm IST)