Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ના કરિના મારી માતા બનવા ઇચ્છે છે અને ના હું તેની દીકરી: હું બીજી માતાની શોધમાં નથી :સારા

કરીનાની સાથે મિત્રતાભર્યા સબંધ : એકબીજાની સાથે કોઈ ગૂંચવણ નથી

મુંબઈ :સારા અલી ખાન પોતાની ફિલ્મ 'કેદારનાથ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે એક ઈન્ટરવ્યૂ દરમ્યાન જ્યારે સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે કરીનાની સાથે તેના સંબંધ કેવા છે તો તેણે ખૂબ બિન્દાસ્ત રીતે જવાબ આપ્યો હતો

  સારાએ કહ્યું કે કરીનાની સાથે તેના સંબંધ મિત્રતાભર્યા છે, એકબીજાની સાથે કોઈ ગૂંચવણ નથી. સારાએ જણાવ્યું, 'જે લોકોને ખબર છે કે હું બાળપણમાં જ કરીનાની મોટી ચાહક છું તો તેઓ મને કહે છે કે તેણે વિશ કર્યુ હશે કે કરીના ગમે તે રીતે મારા સંબંધમાં આવી જાય.'

 સારા કહે છે, 'કરીનાની સાથે મારે વધારે ફ્રેન્ડલી ઇક્વેશન છે, તેની સાથે મારો કોઈ પણ પ્રકારનો મટર્નલ એન્ગલ નથી. કદાચ આ જ કારણ છે કે અમે ફ્રેન્ડ જેવા છે. ના કરીના મારી માતા બનવા ઈચ્છે છે અને હું પણ બીજી માતાની શોધમાં નથી અને મારા પિતાનું પણ મારી ઉપર કોઈ દબાણ નથી. જેના કારણે અમારા સંબંધો ખૂબ જ સારા છે.'

(11:17 am IST)