Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

અભિનેત્રી યામી ગૌતમ બની આ રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા ધર્મશાળામાં 7-8 નવેમ્બરના રોજ યોજાનારી વૈશ્વિક રોકાણકાર પરિષદની બ્રાન્ડ એમ્બેસેડર હશે.યામી ગૌતમે રાજ્ય સરકારની વિનંતી પર આ અંગે તેમની સંમતિ આપી દીધી છે. તે છ નવેમ્બરે મુંબઇ-ચંદીગઢ ફ્લાઇટ દ્વારા ચંદીગઢ પહોંચશે અને ચંદીગઢ થી ખાસ ફ્લાઇટમાં કાંગરા એરપોર્ટ પહોંચશે. બ્રાન્ડ એમ્બેસેડર બનવાના બદલામાં રાજ્ય સરકાર યામી ગૌતમને પાંચ લાખ રૂપિયા ચૂકવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાની વતની યામી ગૌતમ 5 નવેમ્બરના રોજ પોતાની નવી ફિલ્મ બાલાના પ્રીમિયર શો પછી તરત જ મુંબઈથી સીધી ધર્મશાળા અને ચંદીગઢ મુંબઈથી પહોંચશે. તેમના ધર્મશાળામાં રોકાવાની લકઝરી હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવેમ્બરના રોજ ધર્મશાળામાં યોજાનારા પ્રી-ઇવેન્ટ ડિનરમાં યામી ગૌતમ પણ હાજર રહેશે. તે  નવેમ્બરના રોજ રોકાણકાર પરિષદના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને પણ સંબોધન કરશે.

(5:17 pm IST)