Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

#MeToo અભિયાન પર મલાઇકાએ કહ્યું બદલાવને બદલે હોબાળો વધુ

મુંબઈ :બોલીવુડમાં જ્યારથી મી ટૂ કેમ્પેઇન શરૂ થયું છે ત્યારથી અનેક એક્ટ્રેસ પોતાની સાથે થયેલા શોષણને લઇને ખુલીને બોલી રહી છે. ત્યારે અભિનેત્રી મલાઈકા અરોરાએ  આ અંગે કહ્યું હતું કે હાલમાં આ દેશમાં બદલાવ આવવાના બદલે  હોબાળો વધુ થઇ રહ્યો છે. મલાઇકાએ કહ્યું કે, મને કોઇ બદલાવે નજરે નથી પડ્યો. હું ઘણાં લોકોની વાત સાંભળી રહી છું. મને લાગે છે કે બદલાવને બદલે તેનાથી હોબાળો વધારે થઇ રહ્યો છે.

(8:47 pm IST)