Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કૃણાલનો લાલબેગ સાથે લગાવ

ડ્રામા, કોમેડી અને મન પ્રફુલ્લિત કરી દેતી વધુ એક ફિલ્મ આવી રહી છે. 'લૂટકેસ' નામની ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે. જેમાં કૃણાલ ખેમુ અને વિજય રાજ સહિતના કલાકારો દર્શકોને હસાવી રહ્યા છે. ફિલ્મમાં કૃણાલ ખેમુનું પાત્ર જ્યાં જાય ત્યાં લાલબેગને સાથે રાખે છે! એક પળ માટે પણ તે આ બેગને પોતાનાથી દૂર થવા દેતો નથી. એવું તો શું છે આ બેગંમા? તે રહસ્ય સાથે કોમેડીનો ભરપુર ડોઝ આ ફિલ્મમાં હશે. હાલમાં પ્રમોશન માટે પણ કૃણાલ આ બેગ લઇને ફરતો રહે છે. લાલ બેગ ગુંડાઓ પાસેથી કૃણાલ પાસે આવી જાય છે ત્યારે તે બોલે છે કે-કીધર થા રે તું, કિતના ઢુંઢા મેંને તેરે કો પુરી જિંદગી!...આ જોતાં લાગે છે બેગની ફિલ્મમાં વિશેષ ભુમિકા છે. ફિલ્મમાં હરએક પાત્ર લાલ બેગ શોધતું હશે. કૃણાલ એવી વ્યકિત છે જેની પાસે ભુલથી આ બેગ આવી જાય છે, અને થોડી મિનીટોમાં જ તે બેગ સાથે ગંભીરતાથી જોડાઇ જાય છે. ગજરાજ રાવ, રસિકા દુગ્ગલ, રણવીર શોૈરી સહિતના કલાકારો પણ છે. ૧૧ ઓકટોબરે લૂટકેસ આવી રહી છે.

(10:31 am IST)