Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

આબુ ધાબીમાં શરૂ થશે ફિલ્મ ભારતનું શૂટિંગ

મુંબઈ: મોખરાના ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફર પોતાના યુનિટ સાથે અબુ ધાબી પહોંચી ગયાં હોવાની અને હવે સુપર સ્ટાર સલમાન ખાન પણ અબુ ધાબી પહોચ્યો હોવાની માહિતી મલી હતી.અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતના શૂટિંગ માટે હવે અબુ ધાબીના શિડયુલનો આરંભ થશે. અત્યાર અગાઉ યુનિટે માલ્ટામાં શૂટિંગ કર્યું હતું. ફિલ્મમાં સલમાન ખાન સાતે કેટરિના કૈફ અને બાગી ટુ ફેમ દિશા પટની ચમકી રહ્યાં છે. દિશા સલમાનની બહેનના રોલમાં છે. કેટરિના જોડાઇ પહેલાં પ્રિયંકા ચોપરા ફિલ્મ કરવાની હતી. પરંતુ છેક છેલ્લી ઘડીએ પ્રિયંકાએ ના પાડી હતી અને એના સ્થાને તરત કેટરિના કૈફ આવી હતી. ઉપરાંત સ્ટેન્ડ અપ કોમેડીયન સુનીલ ગ્રોવર અને નેારા ફતેહી પણ ફિલ્મમાં ચમકી રહ્યાં છે.ફિલ્મના પ્રોડયુસર અને સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રીએ સોશ્યલ મિડિયા પર જાહેરાત કરી હતી કે હવે અમે ભારતના યુનિટ સાથે અબુ ધાબીમાં છીએ અને અહીં નવા શિડ્યુલના શૂટિંગનો આરંભ કરીશું. ફિલ્મ દ્વારા અલી અબ્બાસ અને સલમાન ખાન સતત ત્રીજી ફિલ્મ સાથે કરી રહ્યાં છે. અગાઉ બંનેએ યશ રાજની સુલતાન અને ખુદ સલમાનના બેનર તળે બનેલી ટાઇગર જિંદા હૈ કરી હતી.

(4:25 pm IST)