Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ડિજિટલ વર્લ્ડમાં અનુષ્કા શર્માએ વગાડ્યો ડંકો: બની નંબર વન અભિનેત્રી

મુંબઈ: વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સૂઈ ધાગા ભલે શુક્રવારે બોક્સ ઓફિસ પર ખાસ દેખાવ કરી શકી હોય પણ અનુષ્કા શર્માએ ડિજિટલ વર્લ્ડમાં ડંકો વગાડયો છે. સ્ત્રીને કારણે નંબર વનના સ્થાને પહોંચેલી શ્રદ્ધા કપૂરને સાઇડલાઇન કરી અનુષ્કા નં. બની છે. સ્કોર ટ્રેન્ડ્સ ઈન્ડિયાના જણાવ્યા મુજબ સૂઈ ધાગાના પ્રમોશન દરમિયાન અનુષ્કાના પાત્ર અંગે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણા મેમ્સ બન્યાં. એટલે ફિલ્મના ઇન્ટરવ્યૂ ઉપરાંત મેમ્સને કારણે અનુષ્કા મીડિયામાં ચમકતી રહી. અનુષ્કા ૧૦૦ પોઇન્ટ સાથે નંબર વન પર છે તો સ્ત્રી શ્રદ્ધા કપૂર ૮૫ સાથે બીજા અને તાપસી પન્નુ ૭૭ સાથે ત્રીજા ક્રમાંકે છેદીપિકાને ૬૨ પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને આવ્યાં છે.

(4:25 pm IST)