Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

એશિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં શાહરુખ ખાન-એશ્વર્યા રાય બચ્ચનનો સમાવેશ

મુંબઈ: કિંગ ખાન શાહરૃખ ખાન અને અભિનેત્રી એશ્વર્યા રાયનો એશિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ થયો છે. ઍક્ટર્સને જાણીતી મેગેઝિન 'એશીયન જિયોગ્રાફિક' તરફથી એશિયાના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં એન્ટ્રી મળી છે. મેગેઝિનમાં 'એસ્ટોલિશિંગ એશિઅન્સ' કેટેગરીમાં શાહરૃખ અને એશ્વર્યા રાયને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે બંને ઍક્ટર્સને મેગેઝિનના કવર પેજ પર પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એશ અને શાહરુખ એકલા એવા બોલીવુડ એક્ટર્સ છે જેમણે યાદીમાં સ્થાન મેળવ્યું છે. પ્રભાવશાળી લોકોની યાદીમાં બોલીવુડ સેલેબ્સ, એક્ટિવિસ્ટ્સ, ક્રિકેટર્સ અને બિઝનેસમેનના નામ સામેલ છે. શાહરુખ અને એશ્વર્યા રાય બચ્ચન સિવાય 'એશિયન જિયોગ્રાફિક' સૂચિમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વ્યવસાયી મુકેશ અંબાણી, અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, મહિલા વ્યવસાયી કિરણ મજુમદાર અને રાઇટર અરુંધતી રોયના નામ પણ સામેલ છે.

(4:23 pm IST)