Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

હવે પ્રોફેસરના રોલમાં જોવા મળશે અમિતાભ બચ્ચન

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન હાલમાં કોૈન બનેગા કરોડપતિનું સંચાલન કરી રહ્યા છે. આ શોનું કામ પુરૂ થયા બાદ નવી ફિલ્મ 'ઝુંડ'નું શુટીંગ શરૂ કરશે. નિર્માતા નાગરાજ મંજુલેની આ ફિલ્મનું શુટીંગ નાગપુરમાં થવાનું છે. સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટના નિર્દેશકની ફિલ્મ ઝુંડ એક પ્રોફેસરની કહાની છે. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં પ્રોફેસરના રોલમાં જોવા મળશે જે શેરી-ગલીના છોકરાઓને શોધી ફૂટબોલની ટીમ તૈયાર કરે છે. મંજુલે કહે છે કહાની નાગપુરની જ હોવાથી ત્યાં જ શુટીંગ કરવાનું નક્કી કર્યુ છે. આથી ફિલ્મ પુરેપુરી વાસ્તવિક લાગી શકશે તેવી અમને આશા છે. નિર્દેશકે કહ્યું હતું કે પંચોતેર વર્ષના અમિતાભજી સાથે કામ કરવું એ સપનુ સાકાર થવા સમાન છે. બીગ-બીની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન નવેમ્બરમાં રિલીઝ થશે.

(10:03 am IST)