Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સલમાન ખાને લોન્ચ કરી ઈ-સાઈકલ

મુંબઈ: પર્યાવરણ સંરક્ષણ માટે ભારત સરકારે હાથ ધરેલા પ્રયાસોમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો પણ સમાવેશ થયો છે. પોતાની સમાજસેવી સંસ્થા બીઈંગ હ્યુમન થકી સમાજ માટે પોતાના તરફથી યોગદાન આપી રહ્યો છે. તે ઘણા જરૂરિયાતમંદોને આર્થિક રીતે મદદ કરે છે. તેની ચેરિટીનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે.તાજેતરમાં સલમાને ફિટનેસ વિશે જનજાગૃતિ કેળવવા માટે બીઈંગ સ્ટ્રોંગ જિમ લોન્ચ કર્યા હતા અને હવે તેણે પોતાની બ્રાન્ડની -સાઈકલ શરૂ કરી છે. દિલ્હીમાં લાલ કિલ્લા પરિસરમાં પોતે -સાઈકલ ચલાવી રહ્યો છે તેને પોતાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. સલમાને સાઈકલને પ્રમોટ કરતા જણાવ્યું કે, -સાઈકલ ચલાવવાના ઘણા ફાયદા છે. ‘વાતાવરણ, પ્રદૂષણ, આરોગ્ય તથા કમ્ફર્ટ માટે સાઈક્લિંગ કરવું જરૂરી છે.’ લોન્ચ કરવા સાથે દાવો કર્યો છે કે -સાઈકલ્સ લોકોની જીવનશૈલીને સ્વસ્થ બનાવે છે તેમજ પર્યાવરણની રક્ષા પણ કરે છે.

(5:06 pm IST)