Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સિલ્વર સ્ક્રીન પર ઇમરાન હાશ્મી જોવા મળશે એરફોર્સ અધિકારીના રોલમાં

મુંબઇ:  અભિનેતા ઇમરાન હાશમી આગામી ફિલ્મમાં ભારતીય હવાઇ દળના નિવૃત્ત અધિકારી કરિયાદિલ ચેરિયન કુરુવીલાનો રોલ કરશે એવી જાણકારી મળી હતી.ફિલ્મ માટે ભારતીય હવાઇ દળના એરબેઝ પરથી સાચ્ચા ફાઇટર જેટ વિમાનમાં શૂટિંગ કરવાની પરવાનગી ફિલ્મ સર્જક વિજયે મેળવી લીધી હતી. ૧૯૭૧ના ભારત -પાકિસ્તાન યુદ્ધથી કથાનો આરંભ થાય છે અને ૧૯૯૮-૯૯ના કારગિલ વૉર સાથે વાર્તા પૂરી થાય છે. આમ મોટા ભાગની કથા સત્યઘટના પર આધારિત છે.વિજયે માહિતી આપતાં કહ્યંુ કે અગાઉ ઇમરાને પ્રકારનો રોલ કદી કર્યો નથી એટલે એણે તરત રોલ કરવાની હા પાડી હતી. અમે મોટે ભાગે વર્ષના નવેંબરમાં ફિલ્મને ફ્લોર પર લઇ જવાની યોજના ઘડી રહ્યા છીએ. અમને ભારતીય હવાઇ દળના એરબેઝ પર શૂટિંગ કરવાની રજા મળી ચૂકી છે. અમે ફાઇટર જેટનો ઉપયોગ કરવાની રજા માગી છે જે હજુ આવવાની બાકી છે.કુરુવીલાએ ૧૯૭૧ના ભારત પાક યુદ્ધ વખતે ફાઇટર બોમ્બ સ્ક્વોડમાં ફરજ બજાવી હતી. હાલ નિવૃત્ત છે. જો કે ફિલ્મ માત્ર તેમની બાયો-ફિલ્મ છે એમ નહીં કહી શકાય. એમાં બંને યુદ્ધની કેટલીક ઘટનાઓ પણ સમાવી લેવામાં આવી છે.  

(5:37 pm IST)