Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલમાં વિદ્યા બાલનનો કેમિયો રોલ

મુંબઇ:  મોખરાના ફિલ્મ સર્જક અનુરાગ બસુની આગામી ફિલ્મ લૂડોના એક રોલ માટે  વિદ્યા બાલનને સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.ફિલ્મ અનુરાગની ૨૦૦૭માં આવેલી હિટ ફિલ્મ લાઇફ ઇન મેટ્રોની સિક્વલ છે. રાજકુમાર રાવ અને અભિષેક બચ્ચન ફિલ્મમાં મહત્ત્વના રોલ કરી રહ્યા છે.વિદ્યાના રોલ બાબત હજુ કોઇ ખુલાસો થયો નથી પરંતુ અનુરાગ બસુની નિકટનાં સૂત્રોના કહેવા મુજબ મોટે ભાગે વિદ્યાનો રોલ કેમિયો ટાઇપનો હશે. ફિલ્મ સર્જકની ઇચ્છા એને સૂત્રધાર તરીકે પણ રજૂ કરવાની છે. આમ વિદ્યા એક કેમિયો કરવા ઉપરાંત સૂત્રધાર પણ હશે. ફિલ્મમાં પણ એક સાથે ચાર વાર્તા સમાંતર રીતે રજૂ કરવાની અનુરાગની યોજના છે. અન્ય કલાકારોમાં આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ રજૂ થશે.અનુરાગ બસુ અને અભિષેક બચ્ચન ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરશે. 

(5:37 pm IST)