Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ફરહાન અખ્તરના લાડકા શ્વાન ઝેનનું નિધન

મુંબઇ:  મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તરના લાડકા શ્વાન ઝેનનું તાજેતરમાં નિધન થતાં ફરહાન સ્તબ્ધ થઇ ગયો હતો. એણે સોશ્યલ મિડિયા પર ઝેનની તસવીરો શૅર કરવા ઉપરાંત એક સંવેદનશીલ સંદેશો પણ લખ્યો હતો.હાલ ફરહાન એક કરતાં વધુ ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં તક મળે ત્યારે ઘરે આવતો હતો અને ઝેન સાથે સમય વીતાવતો હતો. ફરહાને સોશ્યલ  મિડિયા પર લખ્યું હતું, અલવિદા ઝેન...અમારા જીવનમાં ખુશી અને પ્રેમ આપવા માટે ધન્યવાદ...રેસ્ટ ઇન પીસ...ફરહાનના ટ્વીટનો પ્રતિભાવ આપતાં રણવીર સિંઘ અને સિદ્ધાંત ચતુર્વેદીએ પણ ઝેનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ફરહાન પાસે હજુ એક શ્વાન છે એનું નામ જિમ છે.કામની વાત કરીએ તો હાલ ફરહાન પાસે બે ફિલ્મો છે. સોનાલી બોઝની સ્કાય ઇઝ પિન્ક એણે પૂરી કરી છે. હવે ભાગ મિલ્ખા ભાગ ફેમ ફિલ્મ સર્જક રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ તૂફાન કરવાનો છે. ફિલ્મમાં બોક્સરના રોલમાં હોવાથી સતત જિમમાં વર્ક આઉટ કરતો રહે છે અને એક્સપર્ટ બોક્સરના માર્ગદર્શનમાં બોક્સિંગની પ્રેક્ટિસ કરતો રહે છે. 

(5:36 pm IST)