Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ર૦૧૯ માં સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની 'કબીરસિંહ': 'આર્ટિકલ-૧પ'ની ૧ર કરોડની કમાણી

સંદીપ રેડ્ડી વાંગાના ડીરેકશનમાં બનેલી

મુંબઇ તા. ૧ :.. શાહિદ કપૂર-કિયારા અડવાણીની ફિલ્મ કબીરસિંહ રૂ. ૧પ૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. તેની સાથે તે ર૦૧૯ ની સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઇ છે.

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ આર્ટીકલ-૧પ બ્રાહ્મણ સમાજ દ્વારા કરાતાં વિરોધ છતાં પણ બે દિવસમાં રૂ. ૧ર કરોડનું કલેકશન કરી ચુકી છે.

તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક કબીરસિંહે ઓપનીંગ ડે માં ૭૦.૮૩ કરોડની કમાણી કરી હતી. ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર આ ફિલ્મ રૂ. ૧૭પ કરોડનો બિઝનેસ કરી શકે છે. ત્યારબાદ તે કેસરી અને ટોટલ ધમાલના લાઇફ ટાઇમ  બિઝનેસને પાર કરી શકે.

સંદીપ રેડ્ડી વાંગાના ડીરેકશનમાં બનેલી કબીરસિંહનું ઓપનીંગ ડે કલેકશન ર૦.ર૧ કરોડ હતું. શનિવાર સુધી આ ફિલ્મે ૧૬૩.૭૩ કરોડનું કલેકશન કર્યુ હતું. આ સાથે જ તે ર૦૧૯ માં ૧પ૦ કરોડનો આંકડો પાર કરનારી ફિલ્મ બની ગઇ. પહેલા નંબરે ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક, બીજો નંબર સલમાનખાનની ભારત છે. ત્રીજા નંબરે કબીરસિંહ જયારે ચોથા નંબરે કેસરી અને પાંચમા નંબરે ટોટલ ધમાલ છે.

વાત વગર આયુષ્યમાનની ફિલ્મ આર્ટિકલ -૧પ ની કરીએ તો બીજા નંબરે ૧ર.ર૭ કરોડની કમાણી થઇ હતી. પહેલા દિવસે પ.ર કરોડ અને બીજા દિવસે ૭.રપ કરોડનું કલેકશન કર્યુ હતું. ર૦ જૂને ઇન્ડીયા અને ઇગ્લેન્ડની મેચના કારણે તેના કલેકશનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

(4:01 pm IST)