Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

અમે ઝડપથી ફિલ્મનું નામ જાહેર કરીશુઃ ટાઇગર

યુવા દિલોની ધડકન બની ચુકેલ અભિનેતા ટાઇગર શ્રોફ હાલમાં રિતીક રોશન સાથે યશરાજ બેનરની ફિલ્મમાં કા કરી રહ્યો છે. આ ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મનું નામ ફાઇટર હોવાની વાતો વહેતી થતાં ટાઇગરે સ્પષ્ટતા કરી છે કે હજુ ફિલ્મનું નામ નક્કી જ થયું નથી. રિતીક રોશન સાથેની મારી આ ફિલ્મનું નામ ફાઇટર તો નથી જ. હજુ ફિલ્મનું નામ પણ નક્કી નથી થયું ત્યારે આ ફિલ્મ વિશે વધુ વાત પણ કરી શકાય તેમ નથી. લોકો પોતાની રાતે નામ નક્કી કરીને ચર્ચાઓ કરતાં રહે છે. અમારો પ્રયાસ છે કે અમે જલ્દીથી ફિલ્મનું નામ જાહેર કરીશું. ટાઇગર પાસે અન્ય પ્રોજેકટમાં બાગી-૩ તથા રેમ્બોની હિન્દી રિમેક પણ છે.  તે રિતીક સાથે ફિલ્મ મળતાં અત્યંત ખુશ છે. આ બંને ફિલ્મો માટે ટાઇગર અત્યારથી જ ભરપુર તૈયારી કરી રહ્યો છે. બાગી સિરીઝની તેની બંને ફિલ્મો સુપર હિટ સાબિત થઇ છે. બાગી-૩ માર્ચ ૨૦૨૦માં રિલીઝ થાય તેવી શકયતા છે. આ ફિલ્મમાં ફરીથી તેની સાથે શ્રધ્ધા કપૂરને લેવામાં આવી છે. તો રિતેશ દેશમુખ પણ અનોખા રોલમાં જોવા મળશે.

(10:10 am IST)