Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

'મુસ્કાન'માં ધુનુચી નૃત્ય કરીને અત્યંત ખુશ છે શરદ

અભિનેતા શરદ મલ્હોત્રા ટીવી પરદાનો ખુબ જાણીતો હીરો છે. હાલમાં તે ટીવી શો 'મુસ્કાન'માં રોનકસિંહનું પાત્ર ભજવી રહ્યો છે. તેના આ રોલને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં એક એપિસોડમાં શરદે પગમાં ઘૂંઘરૂ પહેરીને નૃત્ય કર્યુ હતું. મા દુર્ગાની સામે  પારંપરિક ધુનુચી નૃત્ય તેણે કર્યુ હતું. શરદે કહ્યું હતું કે પહેલી જ વખત મેં દુર્ગા પૂજાનું પ્રસિધ્ધ ધુનુચી નૃત્ય કર્યુ છે. મને આ નૃત્યથી ખુબ ખુશી થઇ છે. કોલકત્તામાં જ હું ભણ્યો-ગણ્યો છું અને મોટો થયો છું. મને યાદ છે કે નાનપણમાં હું દુર્ગા પૂજા વખતે પંડલોમાં બહુ જતો હતો. ત્યારે ઢોલની થાપ પર આ નૃત્યુનો ખુબ આનંદ માણતો હતો. આ નૃત્યમાં ઉર્જા અને સકારત્મકતા છે. પહેલી વખત મને આ નૃત્ય શીખવાની અને મુસ્કાન શોમાં તે રજૂ કરવાની તક મળી હતી. ધગશ હોય તો કંઇક નવું શીખવામાં તમને જરાપણ સમય નથી લાગતો.

 

(10:09 am IST)