Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

એક ફિલ્મ હિટ થતાંની સાથે જ વધી ગઇ શાહિદ કપૂરની વેલ્યુ

શાહિદ કપૂરને લાંબા સમયથી એક હિટ ફિલ્મની જરૂર હતી. કબિરસિંહથી તેની આ ઇચ્છા પુરી થઇ છે. આ ફિલ્મ હિટ નિવડતા જ તેને બીજી મોટી ફિલ્મ મળી છે. શાહિદની પાછલી ફિલ્મ બત્તી ગૂલ મિટર ચાલુ પણ ખાસ કમાલ દેખાડી શકી નહોતી. પણ કબિરસિંહને છપ્પરફાડ સફળતા મળી છે. આ સાથે જ શાહિદના ચાહકોમાં વધારો થયો છે અને તેની માર્કેટ વેલ્યુમાં પણ ઉછાળ આવ્યો છે. શાહિદના નામ પર નિર્માતાઓ ફરીથી વિચાર કરવા માંડ્યા છે. તે સાથે જ શાહિદ કપૂરને ધર્મા પ્રોડકશનની એક ફિલ્મ મળે તેમ છે. કરણ જોહર તેને લઇને ફિલ્મ બનાવશે. કરણે હાલમાં દક્ષિણ ભારતની એક ફિલ્મના હક્કો ખરીદ કર્યા છે. આ ફિલ્મમાં શાહિદને લેવાની તેની ઇચ્છા છે. વાત પાક્કી થાય પછી બીજા કલાકારોની પસંદગી થશે. શાહિદ હાલમાં કબિરસિંહની સફળતાની ઉજવણી કરી રહ્યો છે.

(10:09 am IST)