Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

રોહિત-અક્ષયને કારણે કેટરીનાએ સ્વીકારી ફિલ્મ

કેટરીના કૈફની મોટા બજેટની ફિલ્મો ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને ઝીરો ભલે ફલોપ રહી હોઇ અને સલમાન ખાન સાથેની ભારત પણ અપેક્ષા મુજબનો બિઝનેસ ન કરી શકી હોવા છતાં નિર્માતાની નજરે કેટરીના સુપરહિટ છે. દર્શકો કેટરીના પાછળ પાગલ છે તે નિર્માતાઓ જાણે છે. આ કારણે કેટરીના પાસે કામ ખુટતું નથી. અક્ષય કુમાર સાથે સૂર્યવંશી માટે રોહિત શેટ્ટીએ તેને લીધી છે. રોહિતની આવી કોમર્શિયલ અને મસાલાથી ભરપુર ફિલ્મમાં મોટે ભાગે હિરોઇન માટે ખાસ જગ્યા હોતી નથી. હિરોઇન શો-પીસ જેવી બની રહેતી હોય છે. જો કે સૂર્યવંશીમાં કેટરીનાનો રોલ દમદાર છે. કેટરીના કહે છે મેં આ ફિલ્મ રોહિત અને અક્ષયને કારણે સાઇન કરી છે. રોહિતે મને પહેલા પણ કેટલીક  ફિલ્મો ઓફર કરી હતી. પણ હું કેટલાક કારણોસર હા કહી શકી નહોતી. ચેન્નઇ એકસપ્રેસમાં દિપીકાને ખાસ રોલ અપાયો હતો. હવે સૂર્યવંશીમાં પોતાને સારી તક મળી છે. અક્ષય અને કેટરીના નવ વર્ષ પછી ફરી સાથે આવ્યા છે.

(10:09 am IST)