Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કરીના કપૂર ટીવી ક્ષેત્રમાં માત્ર 8 કલાક જ કામ કરશે

મુંબઈ:બોલિવૂડની બેબો કરીના કપૂર ખાન ટેલિવિઝન જગતમાં ડેબ્યૂ કરી રહી છે. ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં અભિનેત્રી જજ તરીકે ધમાકેદાર એન્ટ્રી કરવાની છે. આ શોમાં બેબો પોતાની શરતો મુજબ કામ કરવાની છે. આ શોમાં તે કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસ અને રેપર રફતાર સાથે જજની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ બેબો આ શો માટે માત્ર આઠ કલાક જ કામ કરવાની છે તેથી શોનું શૂટિંગ પણ જલ્દી પૂર્ણ કરી લેવાની મેકરોની યોજના છે. કરીનાએ જણાવ્યું હતું કે તૈમૂરને કારણે મારે હવે દરેક વાતનું ધ્યાન રાખવંુ પડે છે અને તેથી શો માટે મેં માત્ર આઠ કલાકનો સમય જ ફાળવ્યો છે.

(5:35 pm IST)