Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

પિતા બોની કપૂરે દસ કિલો વજન ઘટાડતા જાહન્વી ખુશખુશાલ....

મુંબઈ:જ્હાન્વી કપૂર પિતા નિર્માતા બોની કપૂરને કેટલો પ્રેમ કરે છે તે વાત દરેક જણ જાણે છે. આ બંને અનેક જાહેર કાર્યક્રમો અને ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા છે અને આ બંનેની બોન્ડિંગ ખૂબ જ સારી છે. હાલમાં જ જ્હાન્વીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પિતાએ બાર કિલો વજન ઉતાર્યું હોવાની ખુશી પોતાના પ્રશંસકો સાથે શેર કરી હતી. જ્હાન્વીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બોની કપૂરની તસવીર સાથે કેપ્શન લખી હતી કે મારા પિતાએ બાર કિલો વજન ઘટાડી દીધું છે અને મને તેમના પર ગર્વ છે.

(5:35 pm IST)