Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

એક ફોટોમાં ૩ પેઢીનો સમાવેશ કર્યો અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચને એક એવો ફોટો શેર કર્યો છે જેમાં એકસાથે ૩ પેઢીને કંડારવામાં આવી છે. એક ઇમેજમાં હરિવંશરાય બચ્ચનના હાથમાં અમિતાભ બચ્ચન દેખાઇ રહ્યા છે તો બીજી તસવીરમાં અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચને ઊંચકયો છે. ત્યાર બાદ ત્રીજા ફોટોમાં અભિષેક બચ્ચન દેખાય છે. તેના હાથમાં નાનકડી આરાધ્યા જોવા મળી રહી છે. આ ફોટોને ટ્વિટર પર શેર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યુ હતું કે 'પેઢી દર પેઢી, જીવનીની પેઢી.'

(3:47 pm IST)