Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

૧૦ વર્ષ બાદ રૂપેરી પડદે સાથે નજરે પડશે સંજય દત્ત અને મનીષા કોઈરાલા

મુંબઈ: સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂમાં તેની માતાનુ પાત્ર ભજવી રહેલ અભિનેત્રી મનીષા કોઈરાલા સંજય દત્તની આગામી ફિલ્મમાં તેની પત્નીના પાત્રમાં નજરે પડશે. આપને જણાવી દઈએ કે, સંજય દત્ત પ્રોડક્શન્સ તેલુગુ હિટ ફિલ્મ પ્રસ્થાનમ્ની હિન્દી રીમેક બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મ જો ફ્લોર પર આવશે તો સંજય દત્ત અને મનીષા કોઈરાલા ૧૦ વર્ષ બાદ રુપેરી પડદે સાથે નજરે પડશે. 
સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂમાં મનીષા કોઈરાલા કામ તો કરી રહી છે પરંતુ ફિલ્મમાં સંજય દત્તનુ પાત્ર રણબીર કપુર ભજવી રહ્યો છે. ફિલ્મમાં મનીષા કોઈરાલા સંજય દત્તની માતા નરગીસના પાત્રમાં નજરે પડશે. આપને જણાવી દઈએ કે, તેલુગુ હિટ ફિલ્મ પ્રસ્થાનમ્ે ઘણા એવોર્ડ પોતાને નામે કર્યા હતા. મનીષા કોઈરાલા અને સંજય દત્ત પ્રથમ વખત ફિલ્મ યલગારમાં સાથે નજરે પડયા હતા. ફિલ્મ સંજૂનુ ટ્રેલર બુધવારે રીલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મને ફોક્સ સ્ટાર હિન્દીના યુ ટયુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યુ છે. ફિલ્મના ટ્રેલરને ૩૬ કલાકની અંદર કરોડથી વધુ લોકોએ નિહાળ્યુ છે. ફિલ્મમાં રણબીર કપુર ઉપરાંત પરેશ રાવલ, અનુષ્કા શર્મા, સોનમ કપુર જેવા મુખ્ય કલાકાર પણ નજરે પડશે. 

(5:23 pm IST)