Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આજે અનુષ્કાનો જન્મદિવસ :વિરાટે અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી

અનુષ્કાને કેક ખવડાવતા વિરાટે સેલ્ફી પોસ્ટ કરી :ટ્વીટમાં કોહલીએ લખ્યું હેપ્પી બર્થડે માય લવ" મારા જીવનમાં સૌથી પોજિટિવ અને ઈમાનદાર માણસ લવ યુ

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેમનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. સોશલ મીડિયા પર તેણીને શુભેચ્છા પાઠવાઈ રહી છે તેના પતિ વિરાટ કોહલીએ સોશલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરી છે.જેમાં એ અનુષ્કા શર્માએ કેક ખવડાતા જોવાઈ રહ્યા છે. અને જ્યારે ફોટો અનુષ્કા વિરાટની હોય ત્યારે માત્ર અડધા કલાકમાં તેને 5.5 લાખથી વધારે ઈંસ્ટાગ્રામ લાઈક્સ મળ્યા છે. 

  અનુષ્કાનો જન્મ 1 મે 1988ને થયું હતું. આ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ છે. તેથી વિરાટએ તેના આ દિવસને ખાસ બનાવા માટે કોઈ કમી ન મૂકી. પત્નીના જન્મદિવસની ફોટો શેયર કરી વિરાટ એ લખ્યું કે "હેપ્પી બર્થડે માય લવ" મારા જીવનમાં સૌથી પોજિટિવ અને ઈમાનદાર માણસ લવ યુ 

(8:00 pm IST)