Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

બાગી-3માં ટાઇગર શ્રોફ સાથે આ હશે સ્ટંટ હીરો

મુંબઇ: લાગે છે કે બાગી ૨ની સફળતાનો નિર્માતા-દિગ્દર્શક જલદી લાભ ખાટી લેવાના મુડમાં છે. એક ચર્ચા એવી છે કે હવે બાગી બનાવાની તૈયારી થશે જેમાં ટાઇગર શ્રોફ સાથે અક્ષય કુમારને પણ લેવામાં આવશે. જોકે હજી હિરોઇન અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. '' બાગી ૨ની સફળતા બાદ બાગી બનાવાનું નિર્માતા-દિગ્દર્શક તૈયારી કરી રહ્યા છે. જોકે ફિલ્મમાં અક્ષય કુમારનું નામ પણ ઉમેરાય તેવી શક્યતા છે. અભિનેત્રી અંગે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેમ સૂત્રે જણાવ્યું હ્તું. અક્ષય કુમારે બાગી ૨માં ટાઇગર શ્રોફના અભિનયને ્બિરદાવ્યો હતો. તે જુનિયર ટાઇગરના અભિનયથી પ્રભાવિત થયો હતો. અક્ષય પણ સ્ટંટ દ્રશ્યોમાં માહેર હોવાથી તેની ફિલ્મમાં એન્ટ્રીની પૂરેપુરી શક્યતા સેવાઇ રહી છે.

(3:45 pm IST)