Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

‘ઉઠા લે રે દેવા ઉઠા લે’ફિલ્મ હેરાફેરીની ત્રિપુટી ફરી પેટ પકડીને હસાવશે : ત્રીજો ભાગ બનશે

શ્યામ, રાજુ અને બાબુરામની તિકડી એટલે કે સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ જ ત્રીજા પાર્ટ માટે ફરી પરત ફરશે.

મુંબઇ: ‘ઉઠા લે રે દેવા ઉઠા લે’, ‘સ્ટાઇલ હૈ બાબુ ભઇયા,’ ‘યે રાજુ કા સ્ટાઇલ હૈ’, ‘કોઇ કુછ નહી બોલેગા, તો ક્યા બોલેગા’. આ ત્રણ ડાયલોગને સાંભળીને ત્રણ વ્યક્તિઓની શકલ તમારી સામે આવી જશે. આ ત્રણ વ્યક્તિ છે બાબુરાવ, શ્યામ અને રાજુ. આ ત્રણેય ફરી એક વખત મોટા પરદા પર આવી રહ્યા છે. પિંકવિલામાં છપાયેલા એક રિપોર્ટે આ દાવો કર્યો છે.

 31 માર્ચે ‘હેરાફેરી’એ પોતાના 21 વર્ષ પૂર્ણ કર્યા. આ પ્રસંગે પિંકવિલાએ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા સાથે વાત કરી હતી. વાતચીતમાં ફિરોઝે કન્ફોર્મ કર્યુ કે ‘હેરાફેરી’ના ત્રીજા પાર્ટની સ્ક્રિપ્ટ લૉક કરવામાં આવી ચુકી છે. ઓરિજનલ શ્યામ, રાજુ અને બાબુરામની તિકડી એટલે કે સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ જ ત્રીજા પાર્ટ માટે ફરી પરત ફરશે.

ફિરોઝ નડિયાદવાલાએ કહ્યુ, “સ્ક્રિપ્ટ ફાઇનલ થઇ ચુકી છે. જલ્દી તેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવશે. અમે માત્ર ‘હેરાફેરી 3’ પર જ રોકાવા નથી માંગતા. હેરાફેરીના બીજા પણ પાર્ટ બનાવવા માંગીએ છીએ, એમ વિચારીને કામ કરી રહ્યા છીએ.”

 ફિલ્મને લઇને પોતાના પ્લાન પર ફિરોઝ નડિયાદવાલાએ કહ્યુ, અમે સ્ક્રિપ્ટને લઇને સાવધાની રાખી રહ્યા હતા, પણ બધુ યોગ્ય જગ્યા પર છે તો હું એક વાત કહી શકુ છું કે બનશે ત્યારે બે ત્રણ હેરાફેરી સાથે બનશે. ‘ફિર હેરાફેરી’ અને તેના આગળના પાર્ટ વચ્ચે જે આટલો ગેપ લીધો, અમે તેની ભરપાઇ કરી દઇશું.

‘ફિર હેરાફેરી’ એક ક્લિફહૈંગર પર ખતમ થઇ હતી. જ્યા રાજુ એન્ટિક બંદૂકોને પાણીમાં ફેકવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજી તરફ શ્યામ અને બાબુરાવને ખબર પડે છે કે તે બંદૂકોની કિંમત કરોડોમાં છે. તે તેને સતત ફોન કરે છે પરંતુ રાજુ ફોન ઉઠાવતો નથી. ‘હેરાફેરી 3’ની કહાની ત્યાથી આગળ વધશે. આ વાત પણ ફિરોઝ નડિયાદવાલાએ કન્ફોર્મ કરી છે. કહેવામાં આવે છે કે, ‘ફિર હેરાફેરી’ દરમિયાન છોડવામાં આવેલા તમામ સવાલોના જવાબ આ ફિલ્મમાં મળશે.

‘હેરાફેરી’ પ્રિયદર્શને ડાયરેક્ટ કરી હતી. બીજી તરફ તેના રાઇટર લેટ નીરજ વોરા હતા. હેરાફેરીની સીક્વલ એટલે કે ‘ફિર હેરાફેરી’ને નીરજે ડાયરેક્ટ કરી હતી. હવે ત્રીજો પાર્ટ કોણ ડાયરેક્ટ કરશે, આ વાત પર ફિરોઝ નડિયાદવાલાએ કોઇ કન્ફર્મેશન આપ્યુ નથી.

(7:49 pm IST)